વાર્તાઓને વધુને વધુ બાળકો સુધી પહોંચવામાં સહયોગ આપો
અમારા સહયોગીઓ માટે સંદેશ
પ્રિય સહયોગી
જો તમે આ વાંચી રહ્યાં છો તે જ દર્શાવે છે કે તમે બાળસાહિત્ય સંબંધી કાર્યોમાં તમારી વ્યક્તિગત ક્ષમતા અનુસાર કોઈને કોઈ રીતે યોગદાન આપવામાં રસ ધરાવો છો. સૌ પ્રથમ તો અમારા આ અભિયાન વિશે માહિતગાર થવા માટે તમારો સમય ફાળવવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. તમે એક વ્યક્તિ છો અથવા કોઈ સંસ્થાનાં ભાગ, તમારી નાનકડી સહાય પણ આપણી પ્રાદેશિક ભાષાઓનાં સમૃદ્ધ વારસાને જીવંત રાખવામાં બહુમૂલ્ય બની રહેશે.
તમારું યોગદાન અમને ઊંચી ગુણવત્તા ધરાવતાં ગુજરાતી બાળપુસ્તકોને નાના વાચકોનાં હાથ સુધી પહોંચાડવામાં મદદરૂપ બની રહેશે. તેમ જ અર્થસભર અને રસપ્રદ સાહિત્ય દ્વારા પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવાનાં અમારા મુખ્ય ઉદ્દેશ્યને પણ દૃઢતા પ્રદાન કરશે.
જો તમે અમારા વર્તમાન અને ભવિષ્યનાં પ્રકાશનો માટે નાણાકીય સહાય રૂપે વાર્તા લિટરેચર ફાઉન્ડેશનનાં કાર્યમાં મદદરૂપ થવા ઈચ્છો છો તો નીચે આપેલી લિંક ઉપર તમારું સ્વાગત છે. અમે તમારા વ્યક્તિગત અને સંસ્થાકીય આ બન્ને પ્રકારનાં નાણાકીય યોગદાનની કદર તરીકે તમારા નામ અથવા લોગોને અમારી વેબ સાઈટ ઉપર પ્રદર્શિત કરીશું. તેમ જ જ્યાં શક્ય હશે અમારા પુસ્તકોમાં પણ સામેલ કરીશું. અમે અમારી સોશિયલ મીડિયા પોસ્ટ અને પુસ્તકપ્રચાર સંબંધી રૂબરૂ કાર્યક્રમો દ્વારા પણ તમારા પ્રતિ આભાર પ્રગટ કરીશું.
દરેક યોગ્ય રીતે પ્રાપ્ત દાનરાશિ કલમ ૮૦G હેઠળ આવકવેરા મુક્ત છે. અમારી વિવિધ પ્રવૃત્તિઓ અને તમારા દ્વારા અપાતી દાનરાશિનાં ઉપયોગ વિશે વધુ જાણકારી મેળવવા માટે કૃપા કરીને નીચે આપેલ વિગતો ભરો. અમારી ટીમ વહેલામાં વહેલી તકે તમારો સંપર્ક કરશે.
હૃદયપૂર્વક આપની આભારી,
ટીમ વાર્તા
તમારી દાનરાશિ અમને શેમાં મદદરૂપ બને છે
- ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં ગુજરાતી અને દ્વિભાષી બાળપુસ્તકોનાં પ્રકાશનમાં
- સરકારી શાળાઓ અને ગ્રામીણ શિક્ષણકેન્દ્રોમાં પુસ્તકોનું દાન કરવા
- અપૂરતી સુવિધા ધરાવતાં વિસ્તારોમાં નાના પુસ્તકાલયો ઊભા કરવા અને તે માટે મદદરૂપ થવા
- બાળકો માટે વાચન પ્રવૃત્તિઓ, કાર્યશાળાઓ અને સાહિત્ય સંબંધી કાર્યક્રમોનાં આયોજનમાં
- પહેલી વાર જ વાચક બની રહેલી પેઢી માટે તેમના સાંસ્કૃતિક મૂળિયાં સાથે જોડાયેલી રસપ્રદ વાર્તાઓની રચના કરવા
સહયોગ વિશે જાણકારી માટે
કૃપયા નીચે તમારી વિગતો આપશો. જેથી કરીને વાર્તા લિટરેચર ફાઉન્ડેશનને મદદરૂપ થવા અંગે અમારી ટીમ આપનો સંપર્ક કરી શકે.
અન્ય રીતે મદદ
તમે સાથીદાર તરીકે જોડાઈને, પુસ્તક અભિયાનનાં પ્રયોજક રૂપે, તમારી વ્યાવસાયિક કુશળતા દ્વારા યોગદાન આપીને અથવા પ્રાદેશિક ભાષામાં બાળસાહિત્ય જેમને માટે લાભદાયી થઈ શકે છે એવી શાળાઓ અને સમુદાયો સુધી પહોંચવામાં સેતુરૂપ બની અમારા કાર્યોમાં મદદરૂપ બની શકો છો.
અમારી આ પહેલમાં જોડાવા કૃપયા સંપર્ક પૃષ્ઠ દ્વારા અમારો સંપર્ક કરો - અમને તમારા પ્રતિસાદની અપેક્ષા રહેશે.