નવું શું
તાજું જ બહાર પડેલું: હાથીજીની પાછળ કોણ જી?/ I Wonder Who? (આઈ વન્ડર હુ ?)
માર્ચ ૨૦૨૬
બાળસાહિત્ય પ્રકાશનની દુનિયામાં અમારું પહેલું ડગલું અને બાળ વાચકોને કુતૂહલ અને ક્લ્પનાશીલતાની મસ્તીભરી દુનિયામાં ઊડાન ભરવા આવકારતું આ ગુજરાતી-અંગ્રેજી દ્વિભાષી પુસ્તક હવે તમે પ્રાપ્ત કરી શકો છો.
પ્રકાશક તરીકે અમારા માટે બેવડી ખુશીનાં સમાચાર એ પણ છે કે તે, ભારતની અન્ય ત્રણ પ્રાદેશિક ભાષાઓ કન્નડ, મરાઠી અને હિન્દીમાં હવે પ્રાપ્ય છે. આ શક્ય બન્યું છે મોગ્ગુ બુક્સ, બેંગલુરુ અને એકલવ્ય ફાઉન્ડેશન, ભોપાલનાં અદમ્ય ઉત્સાહભર્યા સાથ થકી. જેમણે અમારી સાથે આ પુસ્તકની અનુવાદિત આવૃત્તિઓનાં પ્રકાશન માટે સહયોગ કર્યો છે.